શ્રી ઓમપ્રકાશ ડી વોરા
લેખક શ્રી ઓમપ્રકાશ દુર્ગાશંકર વોરાનો જન્મ તા. ૨૭.૧૨.૧૯૪૮ ના રોજ રતલામ મુકામે (મ.પ.} માં થયો, પણ તેમના પિતાશ્રી અમદાવાદમાં સ્થિર થતાં, લેખકનું 'ચાલણ ગાડી' થી 'એલ.એલ.બી' સુધીનું શિક્ષણ ગુજરાતમાં થયું, અને તેઓ સંપૂર્ણ ગુજરાતી બની ગયા. ત્રણ પુત્રીઓના પિતા એવા શ્રી ઓમપ્રકાશ વોરા સમાજ સેવાના ક્ષેત્રે પણ સક્રિય છે અને “સિનિયર સીટીઝન વિકાસ મંડળ ચાંદખેડા“ નામે વરિષ્ઠ નાગરિકોં માટેની સંસ્થાના સંચાલનમાં ૨૦૧૩ થી પ્રવૃત્ત છે, જયાં હાલ ઉપપ્રમુખ તરીકે સેવારત છે.
કવિતા લેખનની તેમને પહેલેથી હથોટી ખરી, પણ પછી રેલવે ની ૩૬ વર્ષની નોકરી અને ઘર ગૃહસ્થી પાછળ એક પ્રવૃત્તિ તરીકે એ છૂટી ગઈ. કોરોના કાળના ફરજીયાત ઘરવાસની આફતને અવસર માં બદલી ઓગસ્ટ ૨૦૨૦ થી ૭૨ વર્ષ ની વયે ફરી કલમ ઉપાડી કવિતા લેખન આદર્યું, જે આજે પ્રથમ પુસ્તક'તરતા રહયાં તરણાં'ના પ્રકાશન દ્વારા સફળતાનાં પ્રથમ સોપાન રૂપે સૌની સામે છે.
ગુજરાતી, હિન્દી, અને અંગ્રેજી ત્રણે ભાષા પર એમનો સારો કાબુ છે, અને ઉર્દુ પણ સમજી શકે છે. ઉર્દુ શબ્દોનો સટીક ઉપયોગ એમની કવિતાઓમાં જોઈ શકાય છે. હિન્દીમાં પણ લખે છે, પણ હિન્દી રચનાઓ સામેલ કરવાનું આ પુસ્તકમાં ટાળ્યું છે. ઈશ્વરમાં અસીમ શ્રદ્ધા ધરાવતા લેખકની લગભગ દરેક રચનામાં એ ભાવ વ્યક્ત થતો જોવા મળે છે.હાલ નિવ્રુત્ત પણ સક્રિય જીવન ગાળતા લેખક સમાજ સેવા અને લેખન ક્ષેત્રે યોગદાન આપતા રહે, અને એમના વધુ પુસ્તકો પણ આપણને ભવિષ્ય માં મળે એવી આશા અસ્થાને નહીં ગણાય.
Read More
Specifications
Publication Year
2022
Be the first to ask about this product
Safe and Secure Payments.Easy returns.100% Authentic products.